ધો. ૧૦, ૧૧, ૧ર ના વિધાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે અને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ :
૨૮/૪/૨૦૧૯, રવિવાર, સાંજે ૪:૦૦ કલાકે
સ્થળ :
S.P.B. હૉલ, સમૃધ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત.
સંખ્યા :
૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સેમિનારનો લાભ લીધો.
નિષ્ણાંતશ્રી :
શ્રી પૃથ્વીરાજસિંહ બી. પરમાર (M.E., M.B.A., P.G.)
નિષ્ણાંતશ્રીએ નિઃશુલ્ક માનદ્ સેવા આપી હતી.
શુભેચ્છા :
ટ્રસ્ટના સલાહકારશ્રીઓ શ્રી ગોવિંદભાઈ ડાભી અને શ્રી અશોકભાઈ ગોહિલ દ્વારા સેમિનારના આયોજન માટે ટ્રસ્ટીગણને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રાર્થના :
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી.
ઉદ્દઘાટન :
ઉપસ્થિત મહેમાનો અને નિષ્ણાંતશ્રી દ્વારા દીપ પ્રાગટય કરી સેમિનારનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
સ્વાગત :
ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા મહેમાનોનું અને નિષ્ણાંતશ્રીનું પુષ્પગુચ્છ અને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સેમિનાર સમજૂતી :–
ટ્રસ્ટનાં પ્રમુખશ્રી વિનોદભાઈ રેવરે નિષ્ણાંતશ્રી, આમંત્રિતો, વિદ્યાર્થીઓ, વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યું.
– સેમિનારનાં નિષ્ણાંતશ્રીનો પરિચય આપ્યો.
– ધો.૧૦, ૧૧, ૧૨ પછી શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર માટે આ સેમિનારનું મહત્વ સમજાવ્યું.
ટ્રસ્ટ વિશે :
ટ્રસ્ટના મંત્રી શ્રીમતી હંસાબેન અણજારાએ ટ્રસ્ટની કામગીરીની માહિતી આપી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.
સંચાલન :
સ્ટેજ ફંક્શન સંચાલન ટ્રસ્ટીશ્રી નરેશભાઈ સોલંકીએ કર્યું હતું.
આભારવિધિ :
ટ્રસ્ટીશ્રી હેમંતભાઈ સોસાએ આભારવિધિ કરી હતી.
:: માર્ગદર્શન ::
- નિષ્ણાંતશ્રી પૃથ્વીરાજસિંહ પરમારે સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રોની કારકિર્દી માટેની વિસ્તૃત માહિતી આપી.
- ધો. ૧૦, ૧૧, ૧૨ પછી શૈક્ષણિક ક્ષેત્રે વિકલ્પોની સમજૂતી આપી.
- સ્નાતક, અનુસ્નાતક, મેડીકલ, એન્જીનિયરીંગ, ડીગ્રી, ડીપ્લોમા, આર્ટસ, કોમર્સ, સાયન્સ, વ્યાવસાયિક, વિવિધ પદો અંગે વગેરે અનેક ક્ષેત્રોની કારકિર્દી માટે ખૂબજ વિવિધતાસભર માહિતી પૂરી પાડી.
- પ્રોજેક્ટર દ્વારા ઊંડાણપૂર્વક સમજૂતી આપી.
- ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.
- નિષ્ણાંતશ્રીએ વિદ્યાર્થી – વાલીઓનાં પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન પૂરું પાડયું.