ટેલેન્ટ હન્ટ

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ખીલવવા માટે પ્રોત્સાહનપ્રેરક કાર્યક્રમ યોજવામાં આવ્યો.

તારીખ :
૨/૧૦/૨૦૧૯, મંગળવાર, બપોરે ૨:૦૦ કલાકે

સ્થળ :
સર્વોદય વિદ્યાલય, બહુચર નગર સોસાયટી, વેડ રોડ, સુરત.

સંખ્યા :
૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

સ્પર્ધાઓ :
વકતૃત્વ, ક્વીઝ, સુલેખન, ગીત – સંગીત, નૃત્ય.

મહેમાનો :
ટ્રસ્ટના સલાહકારશ્રી ગોવિંદભાઈ ડાભી, કોર્પોરેટરશ્રી ભૂપેન્દ્રભાઈ સોલંકી, સર્વોદય વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી વસંતભાઈ કોહલી, ટ્રસ્ટના પૂર્વ ઉપપ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ ડાભી.
( ટ્રસ્ટના સલાહકારશ્રી અશોકભાઈ ગોહિલ વ્યસ્તતાને કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેઓશ્રીએ ટેલેન્ટ હન્ટનાં સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. )

પારિતોષિક સૌજન્ય : 
ટ્રસ્ટીશ્રી હેમન્તભાઈ સોસા

:: સ્ટેજ ફંક્શન ::

પ્રાર્થના :
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી.

ઉદ્દઘાટન :
ઉપસ્થિત મહેમાનો અને નિષ્ણાંતશ્રીઓએ દીપ પ્રાગટય કરી ઉદ્દઘાટન વિધિ કરી.

સ્વાગત અને કાર્યક્રમ : 
ટ્રસ્ટના પ્રમુખશ્રી વિનોદભાઈ રેવરે મહેમાનો, નિર્ણાયકો, વાલીઓ, સ્પર્ધકોને આવકારી સ્વાગત કર્યું.
– સ્પર્ધાઓના નિર્ણાયકોનો પરિચય આપ્યો.
– ટેલેન્ટ હન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી રચનાત્મક પ્રતિભાને વિકસિત કરવાનું મહત્વ દર્શાવ્યું અને મહાપુરૂષોનાં જીવનચરિત્રો દ્વારા સંસ્કાર ઘડતર માટે સમજ આપી.

સંચાલન : 
કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટીશ્રી મોહનભાઈ પરમારે કર્યું.

આભારવિધિ :
આભારવિધિ શ્રી કિશોરભાઈ મહિડાએ કરી.

:: સ્પર્ધાઓ અને કાર્યક્રમ ::

વકતૃત્વ સ્પર્ધા :
વકતૃત્વ સ્પર્ધા એ આ કાર્યક્રમની આગવી વિશેષતા હતી. વિદ્યાર્થીઓએ ભગવાન બુધ્ધ અને મહાપુરૂષો – ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફુલે, શાહુજી મહારાજ, બિરસા મુંડા, તિલકા માંઝી, માતા જીજાબાઈ, માતા રમાબાઈ આંબેડકર, ઝલકારીબાઈ, સાવિત્રીબાઈ ફુલે, પેરિયાર રામાસ્વામી, વીર મેઘમાયા, માતાદીન, ફૂલનદેવી, સંત કબીર, સંત રવિદાસ, કાંશીરામ વગેરેનાં જીવનચરિત્રો વિશે વક્તવ્ય આપ્યા. ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત સૌને ભાવવિભોર કર્યા. આ સ્પર્ધામાં ૨૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો વક્તવ્ય આપ્યું હતું.

અન્ય સ્પર્ધાઓ :
સુલેખન, ક્વીઝ, ગીત – સંગીત, નૃત્ય જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ભાઈ – બહેનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને પોતાનું કૌવત દેખાડયું હતું.

પારિતોષિક એનાયત :
સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને નિર્ણાયકો અને મહેમાનોના હસ્તે પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું. 

:: ટેલેન્ટ હન્ટ – ૨/૧૦/૨૦૧૯ – વિજેતાઓ ::

વક્તૃત્વ સ્પર્ધા

વિભાગ – ૧ – ધોરણ ૫ થી ૯
પ્રથમ : ધારૈયા કરણ મનસુખભાઈ
દ્વિતિય : ભોજ મહેક અરવિંદભાઈ
તૃતીય : મકવાણા નરેન્દ્ર રાજાભાઈ

વિભાગ – ૨ – ધોરણ ૧૦ થી કોલેજ
પ્રથમ :
ગોહિલ અવની હરસુખભાઈ
દ્વિતીય : બારૈયા નંદની ડેવિડભાઈ
તૃતીય : મકવાણા પરેશ રાજાભાઈ

સુલેખન સ્પર્ધા

વિભાગ – ૧ – ધોરણ ૫ થી ૯
પ્રથમ : ધારૈયા યશ મનસુખભાઈ
દ્વિતિય : મકવાણા એકતા વિનોદભાઈ
તૃતીય : સોલંકી ખુશ્બુ જયેશભાઈ

વિભાગ – ૨ – ધોરણ ૧૦ થી કોલેજ
પ્રથમ :
સુમરા સપના સુનીલભાઈ
દ્વિતીય : પરમાર પ્રતિષ્ઠા નવિનભાઈ
તૃતીય : સોસા પ્રીતિ પંકજભાઈ

નૃત્ય સ્પર્ધા

વિભાગ – ૧ – ધોરણ ૫ થી ૯
પ્રથમ : સુમરા જ્હાન્વી જીગ્નેશભાઈ
દ્વિતિય : ધારૈયા કરણ મનસુખભાઈ
              ધારૈયા યશ મનસુખભાઈ

વિભાગ – ૨ – ધોરણ ૧૦ થી કોલેજ
પ્રથમ :
ગીલાતર સાગર ભરતભાઈ
દ્વિતીય : જોગદીયા વૃત્તિ જયશ્રીબેન

ક્વીઝ સ્પર્ધા

વિભાગ – ૧ – ધોરણ ૫ થી ૯
પ્રથમ : મકવાણા અવની નરેશભાઈ
દ્વિતિય : વાઘ કરણ મગનભાઈ 
તૃતીય : મકવાણા નરેન્દ્ર રાજાભાઈ

વિભાગ – ૨ – ધોરણ ૧૦ થી કોલેજ
પ્રથમ : અણજારા ઉર્વશી કિશોરભાઈ
દ્વિતીય : જોગદીયા વૃત્તિ જયશ્રીબેન
તૃતીય : ગોહિલ અવની હરસુખભાઈ

ગીત સ્પર્ધા

વિભાગ – ૧ – ધોરણ ૫ થી ૯
પ્રથમ : ધારૈયા કરણ મનસુખભાઈ

વિભાગ – ૨ – ધોરણ ૧૦ થી કોલેજ
પ્રથમ : બારૈયા નંદની ડેવિડભાઈ

નિર્ણાયકો

વકતૃત્વ સ્પર્ધા
શ્રી વિનોદભાઈ સોલંકી
શ્રી રમેશભાઈ ભાદરકા

ક્વીઝ અને સુલેખન
કુ. મીનલબેન પરમાર
શ્રી અશોકભાઈ કંથારીયા 

ગીત – સંગીત સ્પર્ધા
શ્રી પાર્થ ખલાસી
શ્રીમતી મીનાબેન બગડા

નૃત્ય સ્પર્ધા
કુ. પ્રિયંકાબેન પટેલ
શ્રી અમિતભાઈ રાવ