૨૫ મો વાર્ષિક શૈક્ષણિક પ્રોત્સાહન તથા સન્માન સભારંભ – ૨૦૨૦
વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધિને બિરદાવી સન્માનિત કરવા અને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહન, પ્રેરણા, ઉત્સાહવર્ધન માટે આ સભારંભ યોજવામાં આવ્યો.

SSC, HSC અને કોલેજ ફાઈનલ વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

કોરોનાની મહામારીનાં કારણે દર વર્ષે આયોજિત થતા વાર્ષિક શૈક્ષણિક પ્રોત્સાહન અને સન્માન સમારંભની જેમ આ વર્ષે એવું વિશાળ આયોજન થઇ શક્યું નહોતું. પરિસ્થિતિને ધ્યાને લઈને મા. સરકારશ્રીની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે જુદા-જુદા વિસ્તારોમાં ૪ સ્થળોએ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

વિસ્તારો :

– નાના વરાછા ( પશુપતિનાથ મંદિર, નાના વરાછા)
– સુરત સીટી ( મલેક વાડી – નવસારી બજાર )
– વેડ રોડ – કતારગામ રોડ – સિંગણપોર, ( વીર મેઘમહાર ભવન, વેડ રોડ )
– રાંદેર – અડાજણ – પાલ ( ગોથિક હેરીટેઝ પાસે, પાલ )

સન્માનિત વિદ્યાર્થીઓ
૯૭ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

પારિતોષિક કીટ :
ભારતનું બંધારણ, ટ્રસ્ટનાં લોગો 
સહિતનું ઘડિયાળ, સન્માન પત્ર

:: વરાછા વિસ્તાર ::

તારીખ : ૨૩/૦૧/૨૦૨૧, શનિવાર, વરાછા, સાંજે ૫:૦૦ કલાકે..

સ્થળ : પશુપતિનાથ મંદિર, નાના વરાછા, સુરત.

મુખ્ય મહેમાન : શ્રી ભરતભાઈ બગડા ( મંત્રીશ્રી, શ્રી ચંચલનગર મેઘવાળ પરિવાર-સુરત )

– મુખ્ય મહેમાનશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને પારિતોષિક અને સર્ટિફિકેટ  અર્પણ કરવામાં આવ્યા હતા.

સંબોધન : મુખ્ય મહેમાનશ્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી તેમજ શિક્ષિત બની એકતા સાધવા જણાવ્યું.

સંચાલન : ઈ.ઓ.શ્રી કિશોરભાઈ મહિડા.

:: સીટી વિસ્તાર ::

તારીખ : ૨૪/૦૧/૨૦૨૧, રવિવાર, સાંજે ૫:૦૦ કલાકે

સ્થળ : મલેકવાડી, નવસારી બજાર, સુરત. ( ઉપપ્રમુખશ્રી મુળજીભાઈ સોસાની ઓફીસ )

સમારંભ અધ્યક્ષશ્રી : શ્રી ગોવિંદભાઈ ડાભી (ટ્રસ્ટના સલાહકારશ્રી, પૂર્વ કોર્પોરેટરશ્રી )

અતિથિવિશેષશ્રી : શ્રી જીતેન્દ્રભાઈ ડાભી ( ટ્રસ્ટના પૂર્વ ઉપપ્રમુખશ્રી )

– મહેમાનો તથા હોદ્દેદારો અને ટ્રસ્ટીઓનાં હસ્તે વિદ્યાર્થીઓને પારિતોષિક અને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યાં.

કાર્યક્રમ સંચાલન :  ટ્રસ્ટીશ્રી મોહનભાઈ પરમાર

:: સિંગણપોર – કતારગામ – વેડ રોડ વિસ્તાર ::

તારીખ : ૩૦/૦૧/૨૦૨૧, શનિવાર

સમય : 
સિંગણપોર ઝોન- સાંજે ૩:૦૦ થી ૪:૦૦
કતારગામ રોડ- સાંજે ૪:૦૦ થી ૫:૦૦
વેડ રોડ- સાંજે ૫:૦૦ થી ૬:૦૦

સ્થળ : વીર મેઘમહાર ભવન, બહુચરનગર, વેડ રોડ, સુરત

સમારંભ અધ્યક્ષશ્રી : શ્રી અશોકભાઈ ગોહિલ ( ટ્રસ્ટનાં સલાહકારશ્રી, પ્રમુખશ્રી- સુરત શહેર પત્રકાર સંઘ )

અતિથિવિશેષશ્રી : શ્રી વસંતભાઈ કોહલી ( મેનેજીંગ ટ્રસ્ટીશ્રી- સર્વોદય વિદ્યાલય, વેડ રોડ, સુરત )

અતિથિવિશેષશ્રી : શ્રીમતી સુચિતાબેન સોલંકી( પ્રિન્સિપાલશ્રી- સંજીવની હાઇસ્કૂલ, દામકા-હજીરા, સુરત )

ઉદ્દઘાટન : મહેમાનશ્રીઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન વિધિ કરવામાં આવી.

સ્વાગત : ટ્રસ્ટનાં પ્રમુખશ્રી વિનોદભાઈ રેવરે સૌ મહેમાનો, વિદ્યાર્થીઓ, ઉપસ્થિતોને આવકારી સ્વાગત કર્યું.
– કોરોનાની પરિસ્થિતિનાં કારણે નાના ગ્રુપમાં કાર્યક્રમ યોજ્યાની માહિતી આપી.
પારિતોષિકમાં “ભારતનું બંધારણ” આપ્યું તે દ્વારા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ પ્રત્યે જાગૃત થવા અંગે જણાવ્યું.

વિદ્યાર્થીઓનું સન્માન: મહેમાનશ્રીઓ, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓનું પારિતોષિક કીટ અને સર્ટિફિકેટ અર્પી સન્માન કરવામાં આવ્યું.

ઉદ્દબોધન : ઉપસ્થિત મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને શુભકામના પાઠવી.
– વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીમાં શિસ્તબધ્ધ રીતે પ્રગતિ કરવા માર્ગદર્શન આપ્યું.
શૈક્ષણિક ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટેનાં આદર્શ ઉદાહરણો આપી પ્રેરણાદાયક સંબોધન કર્યું.
વિપરીત સંજોગોમાં આચારસંહિતાના પાલન સહિત વિદ્યાર્થીઓનાં સન્માનનું આયોજન કરવા બદલ ટ્રસ્ટની સરાહના કરી.

સમારંભ સંચાલન : ટ્રસ્ટીશ્રી મોહનભાઈ પરમાર

આભારવિધિ: ટ્રસ્ટીશ્રી કરસનભાઈ સોલંકી

:: રાંદેર – અડાજણ – પાલ વિસ્તાર ::

તારીખ: ૩૧/૧/૨૦૨૧, રવિવાર, બપોરે ૧૨:૦૦ કલાકે

સ્થળ : ગોથિક હેરીટેજ પાસે, પાલ, સુરત.

સમારંભ અધ્યક્ષશ્રી : શ્રી અશોકભાઈ ગોહિલ ( ટ્રસ્ટનાં સલાહકારશ્રી )

અતિથિવિશેષશ્રી :  શ્રીમતી સુચિતાબેન સોલંકી ( આચાર્યાશ્રી- સંજીવની હાઇસ્કૂલ, સુરત)

સ્વાગત : ટ્રસ્ટનાં પ્રમુખશ્રી વિનોદભાઈ રેવરે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓને આવકારી સ્વાગત કર્યું.

ઉદ્દબોધન : ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને શુભેચ્છા પાઠવી.
– શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માર્ગદર્શન આપ્યું.
અંગ્રેજીનું મહત્વ દર્શાવી ઈન્ટરનેટનાં ઉપયોગથી જ્ઞાનમાં સક્ષમ બનવા અનુરોધ કર્યો.

વિદ્યાર્થીઓનું સન્માન : મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને ભારતનું બંધારણ, મોમેન્ટો અને સેર્ટિફિકેટે અર્પી સન્માન કર્યું.

સમારંભ સંચાલન : ટ્રસ્ટીશ્રી નરેશભાઈ સોલંકી 

આભારવિધિ: ટ્રસ્ટીશ્રી મનીષભાઈ ભોજ