શૈક્ષણિક તથા કારકિર્દી માર્ગદર્શન વેબિનાર
ધો.૯ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે
શૈક્ષણિક તથા કારકિર્દી માર્ગદર્શન વેબિનાર
તારીખ : ૧-૧૧-૨0૨0, રવિવાર, સવારે ૧0:30 થી….
- સંખ્યા : ૧૩૮ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
- નિષ્ણાંત : શ્રી પૃથ્વીરાજસિંહ બી.પરમાર( M.E., M.B.A., P.G.)
- નિષ્ણાંતશ્રીએ નિ:શુલ્ક માનદ્દ સેવા આપી.
:: આવકાર – સન્માન ::
- વેબિનારમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી વિનોદભાઈ રેવરે ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે થઇ રહેલા શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી આપી. ધો.૯ થી કોલેજના વિદ્યાર્થીઓ માટેના આ શૈક્ષણિક તથા કારકિર્દી માર્ગદર્શન વેબિનારનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.
- વેબિનારનાં નિષ્ણાંતશ્રી પૃથ્વીરાજસિંહ પરમારનું પુષ્પગુચ્છ અને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કર્યું.
- શુભેચ્છા : ટ્રસ્ટના સલાહકારશ્રીઓ શ્રી ગોવિંદભાઈ ડાભી અને શ્રી અશોકભાઈ ગોહિલ દ્વારા વેબિનારના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને નિષ્ણાંતશ્રીની સરાહના કરી.
- ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કપિલભાઈ પરમારે હોસ્ટ તરીકે તેમજ ઈ.ઓ. શ્રી કિશોરભાઈ મહિડા, ટ્રસ્ટીશ્રી બંસીભાઈ ચુડાસમા અને શ્રી મનીષભાઈ ભોજે સેવા આપી.
:: માર્ગદર્શન::
- નિષ્ણાંતશ્રીએ ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક ક્ષેત્રો તેમજ કારકિર્દી ક્ષેત્રોની માહિતી આપી.
- મેડીકલ, પેરામેડીકલ, એન્જિનીયરીંગ, સાયન્સ, કોમર્સ, આર્ટસ, વોકેશનલ ક્ષેત્રો વગેરે વિવિધ ક્ષેત્રો વિશે તેમજ ભવિષ્યમાં કયા ક્ષેત્ર વિશે કયો સ્કોપ હોય શકે તે અંગે માર્ગદર્શન આપ્યું.
- વિદ્યાર્થીઓએ પ્રશ્નોતરી કરી પોતાની મૂંઝવણો દૂર કરી.
- નિષ્ણાંતશ્રીએ પોતાના લેકચરર, પ્રોફેસર, એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ તરીકેના સઘળા અનુભવોનો લાભ વિદ્યાર્થીઓને આપ્યો.