૨૪ મો વાર્ષિક શૈક્ષણિક પ્રોત્સાહન તથા સન્માન સભારંભ – ૨૦૧૯
વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવી સન્માનિત કરવા , ઉજવળ કારકિર્દી માટે પ્રોત્સાહન , પ્રેરણા , ઉત્સાહવર્ધન માટે આ સભારંભ યોજવામાં આવ્યો.
તારીખ: ૨૨-૧૨-૨૦૧૯, રવિવારે, બપોરે ૧૨:૦૦ થી સાંજે ૭:૦૦
સ્થળ: શ્રી સુરતી મોઢ વણિક પંચની વાડી, રૂઘનાથપુરા, સુરત.
સન્માનિત વિદ્યાર્થીઓની સંખ્યા : ૫૯૧
ઉપસ્થિતોની સંખ્યા : વાલીઓ, વિદ્યાર્થીઓ , આમંત્રિતો વગેરેની ૧૭૦૦ જેટલી સંખ્યા.
:: કાર્યક્રમ ત્રણ સ્પેલમાં ::
બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓનું સન્માન અને શૈક્ષણિક કીટ એનાયત
બપોરે ૩:૦૦ થી ૪:૦૦ સાંસ્કૃતિક કાર્યકમ
સાંજે ૪:૦૦ થી ૭:૦૦ ધોરણ ૯ થી કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન અને શૈક્ષણિક કીટ એનાયત
:: આમંત્રિત મહેમાનો ::
બપોરે ૧૨.૦૦ કલાકે : ધોરણ ૫ થી ૮
:: અધ્યક્ષશ્રી::
શ્રી પ્રકાશભાઈ બોરીચા ( પ્રિન્સીપાલશ્રી – ITI ભરૂચ )
:: ઉદ્દઘાટકશ્રીઓ::
શ્રી અશોકભાઈ ગોહિલ ( પ્રમુખશ્રી– સુરત શહેર પત્રકાર સંઘ )
શ્રી મહેશભાઈ ચુડાસમા ( નાયબ મામલતદારશ્રી – સુરત )
:: અતિથિવિશેષશ્રીઓ::
ડૉ. શ્રી કિશોરભાઈ ધારૈયા ( સેક્સન ઓફિસરશ્રી – સચિવાલય, ગાંધીનગર )
શ્રી દિનેશભાઈ સુમરા ( IT ઇન્સ્પેક્ટર – સુરત )
બપોરે ૦૩.૦૦ કલાકે : ધોરણ ૯ થી કોલેજ
:: અધ્યક્ષશ્રી::
શ્રી દિપકભાઈ ભોજગોતર ( નાયબ નિયામકશ્રી – અનુ. જાતિ કલ્યાણ, જિ. સુરત
:: ઉદ્દઘાટકશ્રીઓ::
શ્રી ગોવિંદભાઈ ડાભી ( સમાજ અગ્રણી, પૂર્વ કોર્પોરેટરશ્રી –સુ.મ.પા.)
શ્રી જયેશભાઈ જોગદીયા ( ચીફ મેનેજરશ્રી – ATM – SBI,સુરત)
:: અતિથિવિશેષશ્રીઓ::
શ્રી નિલેશભાઈ જાદવ ( બિલ્ડરશ્રી – સુરત)
શ્રી દુદાભાઈ રાઠોડ (પૂર્વ આચાર્યશ્રી–તળાજા, જિ- ભાવનગર)
શ્રી લાલજીભાઈ જીતિયા ( સલાહકારશ્રી – મા કામલ વુમન ફાઉન્ડેશન – સુરત)
( ધો – ૫ થી ૮ના સ્પેલના અધ્યક્ષશ્રી પ્રકાશભાઈ બોરીચા અને ઉદ્દઘાટકશ્રી અશોકભાઈ ગોહિલ અનિવાર્ય સંજોગોને કારણે અનુપસ્થિત હતા.
તેઓશ્રીએ સભારંભ માટે શુભકામના પાઠવી હતી. અને સન્માનિત થનાર વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. )
:: શૈક્ષણિક પ્રોત્સાહન અને સન્માન ::
- પ્રાર્થના: કાર્યક્રમની શરૂઆત હૃદયંગમ અને ભાવનાત્મક પ્રાર્થનાથી થઈ.
રજૂઆત: કુ. પ્રિયંકા બાબરિયા, કુ. વિદિશા મકવાણા, કુ. નિધિ અધ્વર્યુ
સંગીત: શ્રી અભય ધનિક, શ્રી અમિત સોસા
- દીપ પ્રાગટય :
ઉદ્દઘાટકશ્રીઓ શ્રી ગોવિંદભાઈ ડાભી, શ્રી જયેશભાઈ જોગદીયા, સમાંરભના અધ્યક્ષશ્રી દિપકભાઈ ભોજગોતર અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી સમારંભનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું . - સ્વાગત ઉદ્દબોધન:
ટ્રસ્ટના પ્રમુખશ્રી વિનોદભાઈ રેવરે સમારંભમાં ઉપસ્થિત સૌ મહેમાનો, આમંત્રિતો, આજીવન સભાસદો, વાલીઓ, વિદ્યાર્થીઓ, કલાકારો સૌને આવકારી સ્વાગત કર્યું. ટ્રસ્ટ આયોજિત વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી, વાલીઓના શૈક્ષણિક જાગૃતિ વગેરે સમાજ કલ્યાણલક્ષી કાર્યક્રમોનું મહત્વ સમજાવી સૌને લાભ લેવા આહવાન કર્યું. - મહેમાનોનું સન્માન:
ઉપસ્થિત મહેમાનોનું ટ્રસ્ટના હોદેદારો તથા ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું . - અહેવાલ:
ટ્રસ્ટના મંત્રી શ્રીમતી હંસાબેન અણજારાએ ટ્રસ્ટ દ્વારા આયોજિત વર્ષ દરમિયાનની કામગીરી અને કાર્યક્રમો અંગેનો વિવિધ માહિતીસભર અહેવાલ રજુ કર્યો.
ધો. ૫ થી ૮ અને ધો. ૯ થી કોલેજના ૫૯૧ વિદ્યાર્થીઓનું સભારંભના મહેમાનો અને ટ્રસ્ટીગણ દ્વારા
શૈક્ષણિક કીટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું .
- ધો. ૫ થી ૮ : – ( સ્કૂલબેગ, અંગ્રેજી પાઠમાળા સેટ – ભાગ ૧ થી ૩, રાઈટીંગ પેડ, કંપાસ બોક્ષ, પ્રોજેકટ ફાઈલ નંગ – ૫ )
- ધો. ૯ થી કોલેજ : ( લેપટોપબેગ, લેધર ડોક્યુમેન્ટ ફોલ્ડર ફાઈલ, કેલ્ક્યુલેટર, અંગ્રેજી ગ્રામર એન્ડ વોકેબ્યુલરી )
- રોકડ પારિતોષિક: ( ધો- ૫ થી ૯ ના પ્રથમ ક્રમાંકિત – દરેક વિદ્યાર્થીને Rs.૧૦૦૦/- )
(૧) કુ.રેશ્મા ડાભી: MBA- ઇન્ટરનેશનલ ઇન્ટર્નશીપ બલ્ગેરિયામાં પૂર્ણકરી.
(૨) ઉમંગ સોસા: HSC સાયન્સમાં અનુ.જાતિ વિદ્યાર્થીઓમાં રાજ્યકક્ષાએ બીજો ક્રમ
(૩) કુ. જેન્સી અણજારા: SSCમાં અનુ.જાતિ વિદ્યાર્થીઓમાં જિલ્લાકક્ષાએ બીજો ક્રમ
(૪) સાહિલ સોસા: SSCમાં અનુ.જાતિ વિદ્યાર્થીઓમાં જિલ્લાકક્ષાએ તૃતીય ક્રમ
• અન્ય ક્ષેત્ર : શ્રી કિશોરભાઈ મહિડા MDRT. LIC of India માં પ્રતિભાયુકત પ્રગતિ. અમેરિકામાં MDRT મિટિંગમાં ભાગ લીધો.
:: મહેમાનોનું ઉદ્દબોધન ::
– સમારંભના અધ્યક્ષશ્રી, ઉદ્દઘાટકશ્રીઓ, અતિથીવિશેષશ્રીઓએ પ્રોત્સાહનવર્ધક અને દિશાસૂચક ઉદ્દબોધન કર્યાં.
– વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા અને ઉજ્જવલ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી.
– સંઘર્ષમાં પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા અંગે પ્રેરણા આપી.
– શિક્ષણ જાગૃતિની આવશ્યકતા પર ભાર મુક્યો. આ માટે ટ્રસ્ટ દ્વારા થઇ રહેલી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા .
:: સાંસ્કૃતિક કાર્યક્રમ ::
ટ્રસ્ટના મંત્રી શ્રીમતી હંસાબેન અણજારા અને ટ્રસ્ટીશ્રી હર્ષ સોલંકી (લોકપ્રિય RJ) ના માર્ગદર્શન હેઠળ સભારંભના મધ્યાંતરમાં ૩:૦૦ થી ૪:૦૦ દરમિયાન આલ્હાદક અને શિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. જેદ્વારા ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિની ભાવના પ્રબળ થાય એવી કૃતિઓ રજુ કરવામાં આવી.
૧. પ્રાર્થના : કાર્યક્રમની શરૂઆત હૃદયંગમ અને ભાવનાત્મક પ્રાર્થનાથી કરવામાં આવી.
૨. સ્વાગત નૃત્ય : વિદ્યાર્થીની બહેનો દ્વારા સૌનું અભિવાદન કરતું સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું.
૩. દેશભક્તિ સોલો ડાન્સ( કેસરી) : બાળ કલાકાર જક્ષ ગોહિલ દ્વારા હ્રદયને પીગળાવતી, દેશભક્તિ- જવર પેદા કરતી અદ્દભૂત નૃત્ય કૃતિ રજૂ કરવામાં આવી.
૪. સમૂહ નૃત્ય ( ભાઈઓ ) : નૃત્યની તાલીમ લઇ રહેલા યુવાનો દ્વારા આકર્ષક અને મનોરંજક સમૂહ નૃત્ય રજુ કરવામાં આવ્યું
૫. કથક સમૂહ નૃત્ય ( બહેનો) : કથક નૃત્યમાં નિપુણ અને પારંગત કુ.પ્રિયંકા મારૂના માર્ગદર્શન હેઠળ કથક સમૂહ નૃત્યની હ્રદયસ્પર્શી ઉર્મિઓ ઉભરાવતી અદ્દભુત કૃતિ રજુ કરવામાં આવી.
૬. દેશભક્તિ સમૂહ નૃત્ય ( બહેનો) : દેશભક્તિનો આસ્વાદ કરાવતી સૈનિકોના ડ્રેસમાં શૌર્યમય સમૂહ નૃત્ય વિદ્યાર્થીની બહેનોએ રજુ કર્યું .
કાર્યક્રમ સંચાલન : ટ્રસ્ટીશ્રી નરેશભાઈ સોલંકી, કુ.નંદની બારૈયા અને શ્રી જીતેન્દ્રભાઈ સુમરા
વિશેષ રજૂઆત : ટ્રસ્ટીશ્રી હર્ષ સોલંકી
આભારવિધિ : ટ્રસ્ટીઓ શ્રી કરસનભાઈ સોલંકી અને શ્રી મહેશભાઈ સાંડીસ