ઉદ્દેશ્ય – ધ્યેય.
સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે શિક્ષણને પ્રાધાન્ય
- સમાજમાં શૈક્ષણિક જાગૃતિ કેળવી શિક્ષણનો મહત્તમ પ્રચાર અને પ્રસાર કરવો.
- સમાજમાં વિદ્યાર્થી મિત્રોની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સઘન પ્રયાસો કરવા.
- સમાજના વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સક્રિય બનાવી તેમને પ્રોત્સાહન માર્ગદર્શન અને સહાય આપવી .
- સમાજમાંથી નિર્વ્યસની અને સુસંસ્કારી નાગરિકોના ઘડતર માટે પ્રયત્નશીલ રહેવું.
- ઉપર જણાવેલ ઉદેશ્યો સિદ્ધિ કરવા માટે ટ્રસ્ટના હિતમાં ભૌતિક સુવિધાઓ ઉભી કરવી.